HomeGujaratદીકરી પ્રત્યેના અણગમાં વચ્ચે મોરબીના દંપતિએ દીકરી દત્તક લીધી

દીકરી પ્રત્યેના અણગમાં વચ્ચે મોરબીના દંપતિએ દીકરી દત્તક લીધી

21 મી સદીના આધુનિક યુગમાં પણ  કેટલાય પરિવાર દીકરાની લ્હાયમાં ગેર કાયદે ગર્ભ પરીક્ષણ કરાવતા હોય છે અને તેની હત્યા કરતા હોય છે તો કેટલાક પરિવાર એવા પણ હોય છે કે ઘરમાં દીકરાનો જન્મ થાય તેવી ઈચ્છા રાખી બાધાઓ અને માનતા રાખતા હોય છે જોકે મોરબીમાં એક એવું દંપતિ પણ છે જેણે તેમના કૌટુંબિક ભાઈના ઘરે જન્મેલી ત્રીજી દીકરીને  એક વર્ષ પહેલા દત્તક લીધી. અને તે અંગે તમામ દસ્તાવેજ પ્રકિયા પૂર્ણ કરી કાયદેસર પ્રકિયા પૂર્ણ કરી હતી દત્તક લેવાયેલી દીકરીનો આજે જન્મ દિવસ હોય પ્રથમ જન્મ દિવસે દંપતિએ રામધન આશ્રમમાં મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.

મોરબીના મહેન્દ્રનગરમાં સોમનાથ સોસાયટીમ રહેતા જયેશભાઈ શાંતિભાઈ પાંચોટિયા નામના યુવક કૌટુંબિક ભાઈ હરદીપભાઈ પાંચોટિયાના ઘરે એક વર્ષ પહેલા સંતાનમાં ત્રીજી દીકરીનો જન્મ થયો હતો આ દીકરીને જયેશભાઈ અને તેના પત્ની અલ્પાબેને દતક લેવાનું નક્કી કર્યું હતું અને બન્ને દીકરી એક મહિનાની થયા બાદ તમામ દસ્તાવેજ પ્રકિયા પૂર્ણ કરી દંપતીએ દીકરીને દત્તક લીધી હતી હાલ દીકરીને જયેશભાઈ જ પાલન પોષણ કરી રહ્યા છે ગઈ કાલે તેને જન્મ દિવસ હોય અને જન્મ દિવસ નિમિતે દંપતિએ મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમ ખાતે મહા પ્રસાદ આયોજન કર્યું હતું તેમજ જગ્યાના મહંત ભાવેશ્વરી બેનના આશીર્વાદ મેળવ્યા હતા     

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW