માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામની કોઠારિયા સીમમાં આવેલા ઇબ્રાહીમભાઇ ચાનીયા નાઓની વાડીમાં રહી મજુરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજ પુર જિલ્લાના વતની લીલાબેન નરભુભાઇ અજનારની 3 વર્ષીય દીકરી ક્રિષ્નાબેન નરભૂ ભાઈ રમતી હતી તે દરમિયાન જીજે 36 બી 7091 નંબરના ટ્રેક્ટર ચાલકે આગળ પાછળ જોયા વિના ગફલતભરી રીતે ટ્રેક્ટર રીવર્સમાં લેતી વખતે બાળકી પર ચઢાવી દીધું હતું ટ્રેક્ટરનું તોતિંગ વિલ બાળકી પર ફરી વળતા બાળકીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.ઘટના બાદ બાળકીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

