HomeGujaratમોરબીમાં કમોસમી વરસાદ, કરાથી ઠંડીમાં અચાનક વધારો, લઘુતમ તાપમાન 15 ડીગ્રીથી નીચે...

મોરબીમાં કમોસમી વરસાદ, કરાથી ઠંડીમાં અચાનક વધારો, લઘુતમ તાપમાન 15 ડીગ્રીથી નીચે ગગડ્યું 

મોરબી જિલ્લા સહીત રાજ્યના 15થી વધુ જીલ્લામાં કમોસમી વરસાદની સાથે કરા પડ્યા હતા જેના કારણે વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ હતી રવિવારે આંખો દિવસ ઠંડા પવન અને વરસાદી માહોલના કારણે તાપમાનનો પારો અચાનક ગગડી ગયો હતો અને આંખો દિવસ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી રવિવારે લઘુતમ તાપમાન 15 ડીગ્રીથી પણ નીચે પારો  ગગડયો હતો મહતમ તાપમાન પણ 21 ડીગ્રી આસપાસ રહેતા ઠંડીમાં વધારો થયો હતો કમોસમી વરસાદની અસર બીજા દિવસે પણ મોરબી જીલ્લામાં જોવા મળી હતી મોરબીમાં વહેલી સવારથી વાદળ છાયા વાતવરણ વચ્ચે ઠંડા પવન ફૂકાવવાનું શરુ રહેતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો આખું શહેર ટાઢું બોળ થઇ જતા લોકો ગરમ કપડામાં રહેવા મજબુર બન્યા હતા મોરબીમાં સોમવારે લઘુતમ તાપમાન 17 ડીગ્રી આસપાસ જયારે મહતમ તાપમાન 26 ડીગ્રી આસપાસ રહ્યું હતું જેના કારણે બીજા દિવસ પણ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો બે દિવસ પહેંલા માત્ર વહેલી સવારે અને સાંજે હળવી ઠંડીનો અનુભવ થતો હતો તે માત્ર 24 કલાકમાં તીવ્ર ઠંડીમાં તબદીલ થઇ જતા લોકો આંખો દિવસ ગરમ કપડામાં રહેવા મજબુર બન્યા હતા ખાસ કરીને નાના બાળકો અને વડીલોને અચાનક આવેલા વાતાવરણ પલટાના કારણે મુશ્કેલીનો અનુભવ થયો હતો 

વરસાદના કારણે  13 હેક્ટર વિસ્તારમાં થયેલા રવી પાકને નુકશાનની ભીતિ મોરબી જીલ્લામાં આ વર્ષે શિયાળુ પાકનું વાવેતર 13 925 હેક્ટરમાં રવી પાકનું વાવેતર થયું હતું જેમાં 5410 હેકટરમાં જીરું 4395 હેક્ટરમાં વરીયાળી,1170 હેકટરમાં ચણા,860 હેકટરમાં ઘઉં,260 હેકટરમાં રાઈ સહીતના અલગ અલગ પાકનું વાવેતર થયું હતું જીલ્લામાં થયેલા આ કમોસમી વરસાદથી પાકને મોટાપાયે નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે 

સપ્તાહ સુધી ઠંડીનું જોર રહેવાની હવામાન વિભાગની આગાહી મોરબી જીલ્લામાં કમોસમી વરસાદને કારણે અચાનક ઠંડીનું જોર વધ્યું છે બે દિવસથી પડી રહી છે. આગામી સપ્તાહ સુધી ઠંડીનું જોર રહે જીલ્લામાં લઘુતમ તાપમાનતેમજ 15થી  20 ડીગ્રી થી વચ્ચે  તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેમજ પવનની ઝડપ પણ વધી શકે છે 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW