મોરબી તાલુકા વિસ્તારમાં જેમ જેમ શિયાળો નજીક આવી રહ્યો છે તેમ તેમ તસ્કરો બેફામ બની રહ્યા છે ખાસ કરીને છેવાડા ગ્રામ્ય વિસ્તાર અને બંધ પડેલી ફેક્ટરીઓ જાણે સોફ્ટ ટાર્ગેટ હોય તેમ હવે આવી જગ્યાને વધુ નિશાન બનાવી રહા છે.તાજેતરમાં આમરણ ગામમાં બંધ ફેક્ટરીમાંથી 22 જેટલી ઇલેક્ટ્રિક મોટરની ચોરીની ઘટના બની હતી ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં મોરબીમાં રહેતા અને મોરબીના સાદુળકા ગામમાં ખેતર ધરવતા કાંતીલાલ ડાયાભાઇ માકાસણા નામના ખેડૂતના ખેતરમાં બે દિવસ પહેલા તસ્કરો ત્રાટક્યા હતા અને રૂ 10,000 ની કિમતની હોર્સ પાવરની મોટરની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે