આગામી લોક સભા ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ તૈયારી કરી રહ્યું છે ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં યુવા મતદારો વધુને વધુ મતદાન કરી શકે તે માટે ૧-૧-૨૪ ની સ્થિતિ ૧૮ વર્ષથી વધુ વયના નવા મતદારો મતદાર યાદીમાં નામ જોડી શકે તેમજ જે મતદારો કોઈ કારણસર સરનામું બદલવા, કમી કરવા તેમજ અન્ય સુધારો કરી શકે તે માટે તા.૨૬ ના રોજ સવારે૧૦થી સાંજે ૫ સુધી દરેક બુથ લેવલ સેન્ટર પર સ્પેશ્યલ કેમ્પેઇન ચાલવાનું આયોજન કરાયું છે આં દરેક મતદાન મથકમાં યુવા મતદાર મતદાન મથકે બી એલ ઓ પણ સવારે ૮થી૫ સુધી હાજર રહેશે જેથી જે પણ નવા મતદાર નામ ઉમેરવા માગતા હોય તેમણે ફોર્મ ૬, નામ કમી કરવા ફોર્મ7 અને સુધારા માટે ફોર્મ8 ભરવા વિનંતી કરવામાં આવી છે.
આ ઉપરાંત જે પણ અરજદાર બુથ પર રૂબરૂ જવા ન માગતા હોય તેમણે NVSP અને VHA નો ઉપયોગ કરીને પોતાના હકક દાવા રજૂ કરી શકશે આં ઉપરાંત જોઈ કોઈ ને મૂશ્કેલી હોય તો ટોલ ફ્રી નંબર 1950 માં ફોન કરી માહિતી મેળવી શકશે આં સ્પેશ્યલ કેમ્પેઇન દિવસે 18 વર્ષ થી વધુ વયના જે પણ લોકો મતદાર યાદીમાં નામ નોંધાયા નથી તેઓને નામ નોધણી કરવા જીલ્લા ચૂંટણી અધિકારી તેમજ કલેકટર જી. ટી પંડ્યા એ જણાવ્યુ છે.