મોરબી તાલુકાના જાંબુડીયા ગામે RTO કચેરી સામે મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડીમાં બનાવેલ ચોર ખાનામાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-172 કી.રૂ. 1,26,160. તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. 6,26,660 ના મુદામાલ સાથે દશરથભાઈ હરેશભાઈ રબારી ને મોરબી ક્રાઇમ બ્રાંચ/પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો . જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મોરબી એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકાના જાંબુડીયા ગામ RTO કચેરી સામે રોડ ઉપર મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર GJ-18-AZ-O988 વાળીના ઠાઠામાં ચોરખાનુ બનાવી તેમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરે છે .ચોકકસ બાતમીના આધારે રેઇડ કરતા ગે.કા. પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ/વોડકાની બોટલો નંગ- 172 કી.રૂ. 1,26,160/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.6,26,660/- ના મુદામાલ સાથે એક આરોપી દશરથભાઈ હરેશભાઈ રબારી ઉ.વ. 26 રહે. રામપુરા તા. છોટાધાનેરા જી. બનાસકાંઠાવાળાને પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. જ્યારે અન્ય એક શખ્સ રાજુભાઇ રહે. રાનીવડા રાજસ્થાનવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.