મોરબીના લાયન્સ નગર નજીક વિસ્તારમાં રહેતા મનુભાઇ ઉર્ફે મનજીભાઇ લાલજીભાઇ ચાવડા પોતાના ઘરની પાછળઆવેલ ખુલ્લા પ્લોટમાં આડા પડી ગયેલ ગાંડા બાવળની ડાળીઓ બળતણ માટે કાપતા હતા દરમ્યાન આરોપી મહેબૂબ હુસેન મિયાણા નામનો શખ્સ આવી પહોંચ્યો હતો અને બાવળ પોતાને જોઇએ છે તેમ કહી ના પાડી બોલાચાલી કરી ફરી.ને ગાળો બોલી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ઇંટનો ફરી. તરફ ઘા કરી ફરી.ના માથામાં ઇજા કરતા ફરી. પડી જતા ડાબા પગના સાથળના હાડકામાં ફેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે મનુભાઈએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી