મોરબીના રવાપર ગામના ગેટ પાસેના મેદાનમાં આગામી ૧૮થી ૨૪ નવેમ્બર દરમિયાન બપોર ૩ વાગ્યેથી ૬:૩૦ દરમિયાન રામાંનંદી મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું આયોજન રામાનંદી સમાજના પિતૃ મોક્ષાર્થે તેમજ મોરબીના કન્યા કેળવણી સંકુલ બનાવવા અને કન્યા કેળવણીના પ્રોત્સાહન અર્થે કરવામાં આવી રહ્યું છે. કથાનું રસપાન જમનબાપુ નીંબાર્ક કરાવશે. કથા દરમિયાન પોથીયાત્રા,કથા મહાત્મય,કપિલ ભગવાન પ્રાગટ્ય,નૃસિંહ ભગવાન પ્રાગટ્ય,વામન પ્રાગટ્ય, રામ પ્રાગટય અને કૃષ્ણ પ્રાગટ્ય,ગોવર્ધન પૂજા,કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ ,સુદામા ચરિત્ર પરીક્ષિત મોક્ષ અને કથા પૂર્ણાહુતિ સહિતના પ્રસંગો ઉજવાશે.