મોરબીના નાની વાવડી રોડ પર આવેલા સાધુ વાસવાણી વિસ્તારમાં રહેતો દર્શન નંદલાલ ભાનુસાળી નામનો યુવાન તેના ઘર પાસે ફટાકડા ફોડતો હતો તે દરમિયાન એક ફટાકડો ઉડીને ઘરની બહાર બેઠેલા એક મહિલા પર પડ્યો હતો મહિલાએ આ ફટાકડો તેમના પર જાણી જોઇને ફેક્યા હોવાની આશંકા રાખી તેમની સાથે બોલાચાલી કરી હતી તેમજ મહિલાના પુત્ર મહેશભાઈ મંગે તેનો પુત્ર નીખીલ ,મહેશભાઈ મંગે અને રાજુભાઈ મંગે એ દર્શનભાઈ પર હુમલો કર્યો હતો અને ઢીકા પાટુંનો માર માર્યો હતો.આ દરમિયાન દર્શનભાઈના પિતા આડે આવતા આરોપીઓએ તેમની સાથે મારામારી કરી હતી. બનાવ અંગે યુવાને ત્રણ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

