અંધકારમાંથી ઉજાશ તરફ લઈ જતા પ્રકાશના પર્વ એવા દિવાળીની લોકોએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી મોરબી શહેર અને આસપાસ વિસ્તારમાં લોકોએ મનમુકીને આતશબાજી કરી કોર્ટના આદેશ અને જાહેરનામાની પરવા કર્યા વિના લોકો આખી રાત ફટાકડા ફોડ્યા હતા અને નવા વર્ષના આગમનને વધાવ્યું હતું

મોરબીમાં લોકોએ આખી રાત કરેલી આતશબાજીથી અલગ અલગ સ્થળે નાની મોટી આગજ્નીની ઘટના પણ બની હતી. મોરબી ફાયર વિભાગના ત્રણ બ્રાઉઝર અને 15 ફાયર ફાઈટરની ટીમ અલગ અલગ સ્થળે સ્ટેન્ડબાય રાખવામાં આવી હોવાથી કોલ મળ્યાના ગણતરીની મિનીટમાં ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવી લેતા કોઈ જાન હાની થઇ ન હતી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર એક રાતમાં મોરબી શહેરમાં કુલ 21 સ્થળો એ નાની મોટી આગજ્નીની ઘટના બની હતી જેમાં જેમાં કચરા ના ઢગલામાં, જાડી -જાખરા માં, ખુલ્લી જગ્યામાં, નીણ કે ઘાસચારામા, મકાન કે દુકાનની છત ઉપર કે બાલ્કની માં, એવી વિવિધ જગ્યાએ આગ- જનનીના બનાવો બનેલા છે, સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી


