મોરબી તાલુકાના પંચાસર ગામ નજીકથી પસાર થઈ રહેલા જીજે 13 ડબ્લ્યુ 2943 નંબરનો ટ્રક ગાય માટે નીરણ ભરીને સતનામ ગૌ શાળા તરફ જતો હતો તે દરમિયાન થોરાળા ગામના પાટીયા પાસે શુક્રવારે સવારે અચાનક કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ઘટનામાં ટ્રકમાં કોઈ નુકશાન થયુ ન હતું પરંતુ તેમાં રાખવામાં આવેલા ઘાસ ચારો ભસ્મીભૂત થઇ ગયો હતો બનાવમાં વહેલી તકે ફાયર વિભાગનીં મદદ મળી જતા કોઈ જાનહાની થઇ ન હતી કે ટ્રકમાં પણ આગ પ્રસરી શકી નથી.

તો બીજી એક આગની ઘટના ગુરુવારે મોડી રાત્રે ઘટી હતી જેમાં રફાળેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા અલીટમોં સીરામીક નામની ફેક્ટરીના શેડમાં રાખવામાં આવેલા કાચા સામાનમાં અચાનક આગ લાગી ગઈ હતી અને આખા શેડમાં પ્રસરી ગઈ હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી આગ પર કાબુ મેળવ્યો હતો આગને પગલે કોઈ જાનહાની થઇ ન હતી

