મોરબી શહેરમાં દિવાળી પર્વ નજીક આવતાની સાથે આગજ્નીની ઘટનામાં સતત વધારો જોવા મદિર રહ્યો છે ગુરુવારે રાત્રે કારખાનામાં લાગેલી આગની ઘટના બાદ સવારે ઘાસના ટ્રકમાં આગ લાગી હતી હજુ આગ ફાયર વિભાગે કાબુમાં લીધી ત્યાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સમર્પણ હોસ્પિટલની સામેથી નીકળી રહેલી એક જીજે3 ડી એન 1851 નંબરની એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી ઘટના બાદ થોડીવાર માટે રોડ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાન હાની થઈ ન હતી

બીજી તરફ મોરબીના સામા કાઠે વિસ્તારમાં આવેલા ન્યુ પેલેસ વિસ્તારના જાળી ઝાંખરામાં અચાનક આગ ફાટી નીકળી હતી સુકા જાખરા ને કારણે આગ વધુ વિકરાળ બની હતી આગની ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો મોરબીમાં 24 કલાક માં આગજનીની 4 ઘટના બનતા ફાયર વિભાગની ટીમ દોડતી થઇ ગઈ હતી

