સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના વતની ગીતાબેન કિશોરભાઇની દીકરી મિતલબેનના લગ્ન મોરબીના રોહીદાસ પરા વિસ્તારમાં મનસુખભાઇ ઉર્ફે જીગો સઓ દેવજીભાઇ સાથે થયા હતા લગનના થોડા સમય બરાબર ચાલ્યા બાદ પતિ મનસુખભાઈ દેવજીભાઈ ચૌહાણ તેમજ સાસુ કાંતાબેન દેવજીભાઇ, નણંદ અરૂણાબેન ઉર્ફે પપુ દેવજીભાઇ ચૌહાણ તેમજ જેઠ ગોપાલભાઇ સહિતના દ્વારા અવાર નવાર કરિયાવર લાવવા મુદે શારીરિક માનસિક ત્રાસ ગુજારતા પરણીતાએ કંટાળી જઈ આપઘાત કરી લીધો હતો બનાવ અંગે મૃતકના માતા ગીતાબેને પતિ મનસુખભાઈ તેમજ સાસુ નણંદ અને જેઠ વિરુદ્ધ શારરિક માનસિક ત્રાસ ગુજારી આપઘાત માટે મજબુર કરવા અંગેની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

