HomeGujaratમોરબીના ખાનપરમાં પત્નીની હત્યા કરી પતિ મૃતદેહ છોટા ઉદેપુર લઇ ગયો

મોરબીના ખાનપરમાં પત્નીની હત્યા કરી પતિ મૃતદેહ છોટા ઉદેપુર લઇ ગયો

મોરબી તાલુકાના ખાનપર ગામમાં આવેલા વાડીમાં ખેતમજુરી કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની રેમલાભાઈ નાયક નામના મજૂરે ગત સોમવારના રોજ તેની જ પત્નિ જીનકીબેન નાયકની દાતરડાના ઘા ઝીકી હત્યા કરી હતી બાદ પત્નીના મૃતદેહને લઇ ગયો હતો. મોડી રાત્રે 450 કિમી જેટલું અંતર કાપી આરોપી પતિ મૃતદેહ લઈને પહોચી ગયા હતા ઘટનાની જાણ જીનકીબેનના પરિવારજનોને થતા ઝોઝ પોલીસ મથકમાં દોડી ગયા હતા.અને મૃતદેહ અટકાવાયો હતો બાદ આ અંગે સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહ નજીકની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યો હતો બનાવ બાદ ઝોઝ પોલીસે તુરત આરોપી પતિની અટકાયત કરવામાં આવી હતી. બનાવ અંગે મૃતકના પિયરિયાની ફરીયાદ નોdતજવીજ હાથ ધરી છે.

હત્યાની આ ઘટનાએ અચરજ પમાડે એવી ઘટના તો એવી છે કે આરોપી 450 કિમી જેટલું અંતર મૃતદેહ સાથે કાપ્યું મોરબી ઉપરાંત 4 જિલ્લામાંથી થઇને નીકળ્યો છતાં કોઈને જાણ કેમ ન થઈ તે એક સવાલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW