મોરબી માળિયા નેશનલ હાઇવે પર અવળા નાગડાવાસ ગામના પાટિયા પાસે આવેલા માલાણી હાઈવે હોટેલ પાસે ગેસના ટેન્કરમાં કેટલાક શખ્સ ગેસની ચોરી કરવામાં આવતી હોવાની બાતમી તાલુકા પોલીસની ટીમને મળી હતી આ બાતમી આધારે તાલુકા પોલીસની ટીમ ત્રાટકી હતી અને k.A 01 એએમ 9921 નંબરના ટેન્કરના વાલ્વ માંથી પાઈપ કાઢી બાજુમાં પાર્ક કરેલી જીજે 16 ઝેડ 3230 નંબરની મહિન્દ્ર બોલેરોમાં ગેસ સીલીન્ડરમાં ગેસ ભરતા પકડાઈ આવ્યા હતા જે બાદ પોલીસે ટેન્કર, બોલેરો કાર 55 ગેસ સીલીન્ડર,પાઈપ સહીત રૂ 28,05,406 નો મુદામાલ જપ્ત કર્યા હતા જોકે બનાવ વખતે ટેન્કર ચાલક અને બોલેરો ચાલક ફરાર થઇ ગયા હતા જેથી તેમના વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

