HomeGujaratલતીપર નજીક કારખાનામાંથી મોટરની ચોરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયા

લતીપર નજીક કારખાનામાંથી મોટરની ચોરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન આગામી પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે, ત્રણ ઇસમો વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ જાંબુડીયા ગામ આરટીઓ ઓફીસની સામે રોડ ઉપર શંકાસ્પદ રીતે આટા ફેરા કરતો હોય જેથી બાતમીવાળી જગ્યાએ જતા ત્યા બે ઇસમો ઉભા હોય જેઓને બાબતે યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા પોતે ટંકારાના લતીપર ગામથી આશરે પાંચ સાત કિ.મી. દૂર એક બંધ કારખાનામાંથી મોટર નંગ-૨૫ ની ચોરી કરેલ હોવાની કબુલાત આપતા હોય જેથી તેમની પાસે નાની-મોટી 15 મોટર મળી આવેલ હોય જેની કુલ કિ.રૂ.87,000/ તથા બે મોબાઇલ કિ.રૂ.7500/ગણી કુલ રકમ 94,500/ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી જાવીદભાઇ સલીમભાઇ સૈયદ (ઉ.વ.20) રહે વાંકાનેર દાતાપીરની દરગાહ પાસે જી-મોરબી, આસીફભાઇ ઇબ્રાહીમ કેંડા (ઉ.વ.26) રહે વાંકનેર વેલનાથપરા ભારત ઓઇલ મીલ પાછળ જી-મોરબી,અખ્તરભાઇ આદમભાઇ મકરાણી (ઉ.વ.20) રહે વાંકાનેર પેડક દિગવિજયનગર જી મોરબીવાળાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW