HomeGujaratપ્રેમ સંબંધનો ખાર રાખી બે શખ્સો અપહરણ કરી યુવકને મારમાર્યો

પ્રેમ સંબંધનો ખાર રાખી બે શખ્સો અપહરણ કરી યુવકને મારમાર્યો

વાંકાનેરમાં પ્રેમ સંબંધનો ખાર રાખી બે શખ્સોએ યુવક ટ્રક લઈને જતો હતો ત્યારે ગાડીમાં ચડી જઈ અપહરણ કરી રાજકોટના બામણબોર લઈ જઈ ને ધોકા વડે મારમારી યુવકનો ફોન પડાવી લીધો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના જાની વડલા ગામે રહેતા સવશીભાઈ કાનાભાઇ ઘાંઘળ (ઉ.વ.37) આરોપી નારણભાઈ બેચરભાઇ, નાનુભાઈ કમાભાઈ, નાજાભાઈ માત્રાભાઈ,વિપુલભાઈ ખીમાભાઇ રહે. બધા રહ. જાની વડલા તા.ચોટીલા. સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીને આરોપી નારણભાઈની બહેન સાથે પ્રેમસબંધ હોય જે બાબતે ખાર રાખી આરોપી નારણભાઈ તથા નાનુભાઈ ફરીયાદી ટ્રક લઇને જતા હતા ત્યારે ટ્રકમા ચડી ફરીયાદીને સાઇડમા બેસાડી અપહરણ કરી આરોપી નાનુભાઈએ ગાડી ચલાવીને ફરીયાદીને બામણબોર લઇ જઇ ટ્રક નીચે ઉતારી આરોપી નારણભાઈ તથા આરોપી નાનુભાઈએ પકડી રાખી આરોપી નાજાભાઈ તથા વિપુલભાઈએ ફરીયાદીને ધોકાથી શરીરે માર મારી ને ફરીયાદીનો મોબાઇલ ફોન કી.રૂ.20.000/વાળો પડાવી લીધો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર સવસીભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW