HomeGujaratમોરબી આઇટીઆઇમાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝને લગતા ટૂંકા ગાળાનો કોર્ષ શરૂ કરાશે

મોરબી આઇટીઆઇમાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝને લગતા ટૂંકા ગાળાનો કોર્ષ શરૂ કરાશે

સિરામિક ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશનના માધ્યમથી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા(આઈ.ટી.આઈ.)-મોરબી ખાતે ક્લ્સ્ટર બેઝ્ડ લોક્લ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશન એજ્યુકેશન.LIVE યોજના અંતર્ગત ધોરણ-05 પાસ કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારીત જેવા કે (1) લેબ ટેક્નીશ્યન ઓફ સિરામિક બોડી પ્રીપરેશન (2) લેબ ટેક્નીશ્યન ઓફ સિરામિક ગ્લેઝ પ્રીપરેશન (3) ગ્લેઝીંગ ઓપરેટર,સિરામિક,તથા (5) એક્સપોર્ટ આસિસ્ટન્ટ શોર્ટ ટર્મ ( ટુંકાગાળાના ) કોર્સ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે.
આ કોર્સમાં તાલીમ મેળવી ટુંકા સમયમાં રોજગારી/સ્વરોજગારી મેળવવાની ઉત્તમ તક જે માટેના પ્રવેશ અંગેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. ઉમેદવારે ઉપરોકત કોર્સમાં તાલીમ મેળવવા માટે ટ્યુશન ફી નિઃશુલ્ક નિયત કરવામાં આવેલ છે. તેમજ કોર્ષના સમયગાળા મુજબ હાજરીને ધ્યાને લઈ તાલીમાર્થીઓને નિયમ અનુસાર સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવશે. આઈ.ટી.આઈ. મોરબી ખાતે ઉપરોક્ત કોર્સમાં પ્રવેશ મેળવવવા માટે રજીસ્ટ્રેશન કરવા તથા વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય 10:00 થી 17:00 કલાક દરમિયાન આઈ.ટી.આઈ- મોરબીનો રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે કે પણ છાત્રો પ્રવેશ માટે ઈચ્છિત હોય તેમણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.રજીસ્ટ્રેશન માટે (1) શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર (2) છેલ્લું ધોરણ પાસ કર્યાની માર્કશીટ (3) જાતિનું પ્રમાણપત્ર (4) બેન્ક પાસબૂકના પ્રથમ પાનાની નકલ (5) આધારકાર્ડ / ચૂંટણીકાર્ડની નકલ સહિત જરૂરી પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે. વધુ માહિતી માટે નંબર:9712157417,8320169599,પર સંપર્ક કરવા મોરબી આઇટી lઆઇના આચાર્યએ જણાવ્યું હતું

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW