HomeGujaratમોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં વધુ એક આરોપીને મોરબી-રાજકોટ જિલ્લા ન પ્રવેશવાની શરતે...

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં વધુ એક આરોપીને મોરબી-રાજકોટ જિલ્લા ન પ્રવેશવાની શરતે મળ્યા જામીન

મોરબી સહિત સમગ્ર દેશને હચમચાવી દેનારા ઝૂલતા પુલ દુર્ઘટનામાં નાનાં બાળકો સહિત ૧૩૫ લોકોના મોત નીપજ્યાં હતા ઘટનામાં શરુઆતના 9 આરોપીની ધરપકડ થઇ હતી તો 100 દિવસ બાદ ઓરેવાના એમડી કોર્ટમાં હાજર થયા હતા.૧૦ આરોપીને જેલ હવાલે થયા બાદ સમયાન્તરે આરોપીઓ દ્વારા સ્થાનિક કોર્ટ અને હાઈકોર્ટમાં જામીન અરજી મૂકી હતી જે બાદ ઍક પછી ઍક આરોપીઓને જામીન મળી રહ્યા છે.અગાઉ હાઇકોર્ટ દ્વારા જે તે વખતે પુલ પર સિક્યુરિટી કરતા ૩ સિક્યુરિટી ગાર્ડ, ટિકિટ કલાર્ક સહિત 5 આરોપીઓને જામીન પર છોડ્યા બાદ હવે હાઈકોર્ટે વધુ એક આરોપીની જામીન અરજી મંજૂર કરી છે.કોર્ટે આ કેસમાં ઑરેવા ગ્રુપના બીજા એક મેનેજર દિનેશ દવે ના શરતી જામીન અરજી મંજૂર કરી છે આરોપી તરફથી વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી અને તેના અસીલને ક્યાં કારણસર જમીન મળવા તે અંગે દલીલ રજુ કરી હતી કોર્ટે જરૂરી શરતો સાથે આરોપી દિનેશ દવેં મંજૂર કર્યા છે.સાથે મોરબી અને રાજકોટ જિલ્લામાં પણ પ્રવેશ ન કરવાની શરત મૂકી છે અને આં શરત આધારે કોર્ટે જામીન આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલાં બનેલી આ દૂર્ઘટનામાં૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ફરિયાદ બાદ ઘટનાના ગણતરીના કલાકમાં૯ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે૧૦૦ દિવસ બાદ જયસુખભાઈ પટેલે કોર્ટમાં સરેન્ડર કરતા કોર્ટે જેલ હવાલે કર્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW