રાજેશભાઇ ચતુરભાઇ અધારા તથા તેમના કુટુંબી ભાઇ રામજીભાઇ ત્રિભોવનભાઇ અધારા ઉવ.૫૮ જેતપર ગામની રાપરીયુ સીમમાં આવેલ ડાયાભાઇ ત્રિભુવનભાઇ અધારાના ખેતરમાં રોટાવેટર ચલાવતા હતા.આ દરમ્યાન રોટાવેટરમાં આવતો અવાજ ચેક કરવા સારુ રામજીભાઈ રોટાવેટર ઉપર ઉભા હતા તે દરમ્યાન અકસ્માતે પગ લપસતા બન્ને પગ રોટાવેટરમા આવી જતા જમણો પગ ઢીંચણના ઉપરના ભાગેથી તથા ડાબો પગ ઢીચણ નીચે કાંડાના ભાગેથી કપાઈ જતા ગંભીર ઇજા પહોચતા રામજીભાઇનું મોત નીપજ્યું હતું

