HomeGujaratવાંકાનેરના યુવાનને પ્રેમ સબંધના નામે મળ્યું મોત

વાંકાનેરના યુવાનને પ્રેમ સબંધના નામે મળ્યું મોત

વાંકાનેર તાલુકાના જાલીગામે રહેતા ચોથાભાઈ રૂપાભાઈ રંગપરા (ઉ.વ.૩૬) એ આરોપી ધનજીભાઈ કાનાભાઇ માલકીયા તથા અરૂણાબેન મનુભાઈ ગોરીયા બંને રહે.જાલીગામ તા.વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૪ -૧૦-૨૦૨૩ ના રોજ ચોથાભાઈના ભાઇ પાચાભાઇ રૂપાભાઇ રંગપરાને આરોપી અરૂણાબેન સાથે પ્રેમસબંધ હોય અને ધનજીભાઈને પણ અરૂણાબેન સાથે પ્રેમ સબંધ હોય જેથી પાંચાભાઈ ધનજીભાઈ અને અરૂણાબેનના પ્રેમસબંધમા આડખીલી રૂપ બનતા હોય જેથી ધનજીભાઈ અને અરૂણાબેનએ ભેગા મળી અગાઉથી પ્લાન બનાવી અરૂણાબેનએ પાંચાભાઈ ને ભુપતભાઈની વાડીએ બોલાવીને ગળે ટુંપો દઈ મોત નિપજાવ્યુ .મૃતકના ભાઈ ચોથાભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW