આજના સમયમાં પતિ-પત્નીના લગ્નેતર સંબંધ ચિંતા જનક રીતે વધી રહ્યા છે અને તેના કરુણ અંજામ પણ સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં આવી જ એક ઘટના ઘટી હતી જેમાં 11 વર્ષના નિર્દોષ બાળક સહીતના 3 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો બનાવની મળતી માહિતી મુજબ કોઠારિયા રોડ પર આવેલા નવનીત રામજીભાઈ વરુ નામનો 24 વર્ષનો યુવક તેની પરણિત પ્રેમિકા પારૂલબેન પ્રવીણભાઈ તેમજ તેનો 11 વર્ષીય પુત્ર પ્રદીપ એકટીવા બાઈકમાં જતા હતા તે દરમિયાન અચાનક એક ટ્રકે પાછળથી જોરદાર ટક્કર મારતા એક્ટીવા દુર ફંગોળાઈને પડ્યું હતું ઘટનામાં પ્રદીપનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.તો નવનીત અને પારુલબેને હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો ઘટના સમયે માત્ર એક અકસ્માત લાગતો આ બનાવ હત્યામાં હોવાનું સામે આવ્યું હતું અને હત્યા કરનાર ખુદ પારુલબેનનો પતિ પ્રવીણભાઈ હોવાનું સામે આવ્યું હતું અને તેની પાછળ પત્નીના નવનીત સાથેના સંબંધ હોવાનું સામે આવ્યું છે.બનાવ સમયે નવનીત અને પારુલબેનને એકટીવામાં જતા જોઈ ગયો હતો અને આ જોઈ ગુસ્સે થઇ પતિ અને પ્રેમી પર ટ્રક ચઢાવી દેતા તેનું મોત થયું હતું.
રાજકોટ શહેરમાં પતિ પત્ની અને વો ની આ ઘટનામાં 11 વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જેનો આખી ઘટના કોઈ વાંક ગુનો જ ન હતો બનાવ બાદ આજી ડેમ પોલીસ મથકે હત્યાનો ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વાત પણ સામે આવી હતી કે નવનીત અને પારુલ કેટરિંગમાં સાથે કામ કરતા હોવાથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા પ્રવીણ પારુલબેન પર અવાર નવાર ત્રાસ ગુજારતો હોવાથી પારૂલબેન પતિને છોડીને પ્રેમી સાથે રહેવા જતી રહી હતી અને એક પુત્ર પ્રદીપ [પારૂલબેન સાથે રહેતો હતો જયારે બીજો પુત્ર બંટી પ્રવીણ સાથે રહેતો હતો

