મોરબીનો એક યુવકે બેંકમાં જમા કરવા જવા માટેના રું૨૯ હજાર જેટલી રકમ એક બેગમાં ભરીને જતો હતો તે દરમીયાન ઉતાવળે તે બેગ રિક્ષામાં ભૂલી ગયો હતો. જે બાદ તેને પોલીસ મથકે ફરિયાદ કરતા મોરબી પોલીસની નેત્રમ ટીમે સીસીટીવી કેમેરાની મદદથી રિક્ષા ચાલકનો પત્તો લગાવ્યો હતો અને બેગ પરત મેળવી યુવકને પરત આપ્યું હતું
મોરબી રામકૃષ્ણનગરમાં રહેતા પુરણનાથ શંકરનાથ રીક્ષામાં બેસી મહેન્દ્રનગર ચોકડી ખાતે બેંકમાં પૈસા જમા કરાવવા જતા હતા ત્યારે તેનું પર્સ સીએનજી રીક્ષામાં ભુલાઈ ગયું હતંન જે પર્સમાં અગત્યના ડોક્યુમેન્ટ અને રોકડ રૂ ૨૯,૦૦૦ હતા જેથી તેઓએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જે અરજી અનુસંધાને કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ મોરબીના VISHWAS પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા નેત્રમ ટીમ દ્વારા રિક્ષાને શોધી કાઢી રીક્ષાચાલકનો સંપર્ક કરી અરજદારનું પર્સ પરત મેળવી મૂળ માલિક પુરણનાથ શંકરનાથને પરત અપાવ્યું હતું જેથી અરજદારે મોરબી પોલીસનો આભાર માન્યો હતો

