મોરબી જેતપર અણીયારી રોડ લાંબા સમયથી કામગીરી ચાલી રહી છે. જોકે ગોકળ ગતિએ ચાલતી આ કામગીરીથી એક તરફ સ્થાનિક લોકો પરેશાન છે તો બીજી તરફ ખુદ માર્ગ મકાન વિભાગ પણ થાકી ગયું છે અને તેનું કારણ પીજીવીસીએલની આળસ સામે આવ્યુ છે મોરબીથી જેતપર રોડ ફોરલેન માટે રોડની બન્ને સાઈડ આવેલી વીજ લાઈન હટાવવી જરૂરી છે અનેક વખત મુદે પીજીવીસીએલનું ધ્યાન દોરવા છતાં મોટા ભાગના રોડપર વીજ લાઈન યથાવત અને તેના કારણે કામગીરી આગળ વધી શકતી નથી આ સ્થિતિ માત્ર એક રોડની નથી પણ મકાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના જીલ્લામાં 9 માર્ગને ફોર લેન કરવાની કામગીરી દ્વારા કરવામાં આવતા રોડની છે પીજીવીસીએલની અણધડ નીતિથી કામગીરી અટકી પડતા વીજ કંપનીના મુખ્ય અધિકારી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જાણે આમને સામને આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે આ મુદો રાજ્યના મુખ્ય સચિવ સુધી પહોચ્યો હતોં અને અધિકારીઓને ગાંધીનગર બોલાવી તેમની સાથે મીટીંગ કરી હતી અને વચલો રસ્તો કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જોકે હવે બન્ને વિભાગના અધિકારીની મીટીંગ થયા બાદ શું પરિણામ આવે છે તે જોવાનું રહ્યું

