મોરબીના લખધીરપુર રોડ પર આવેલા એક સિરામિક ફેકટરીમાં કામ કરતા પર પ્રાંતીય પરિવારની 5 વર્ષની બાળકી અચાનક ગુમ થઇ ગઈ હતી જે બાદ પરિવારે તેની શોધખોળ કરતા તેનો પત્તો લાગ્યો ન હતો જે બાદ પરિવારે તેની પોલીસ ફરિયાદ કરતા તાલુકા પોલીસની ટીમે શોધખોળ હાથ ધરી હતી દરમિયાન આ બાળકીની કુતરાઓએ ફાડી ખાધેલી હાલતમાં લખધીર પર રોડ પર જ આવેલા ન્યુ રોયલ સિરામિક નામની બંધ ફેક્ટરીના ગોડાઉનમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો બાળકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી મૃતદેહની હાલત અત્યંત ખરાબ હોવાથી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે મૃતદેહ સામાન્ય પીએમ કરવું શક્ય ન હોવાથી તાત્કાલિક મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે આ અંગે પોલીસ મથકમાં હાલ એડી નોધી તપાસ હાથ ધરવામાં આવી છે. બાળકીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું અને તેની સાથે કશું અજુગતું થયા હોવાની આશંકાને પગલે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે આ અંગે વધુ તપાસ પી એસ આઈ ભાનુબેન બગડા ચલાવી રહ્યા છે. .

