મોરબી શહેરમાં બિલાડીના ટોપની જેમ આડેધડ સ્પા ખુલી રહ્યા છે અને તેમાંથી કેટલાક સ્પા સંચાલકો રૂપિયા કમાવવા શોટકટ લઇ રહ્યા છે અને એક્સ્ટ્રા સર્વિસના નામે ગેરકાયદેસર કૂટણખાના ચલાવી રરહ્યા હોવાની લાંબા સમયથી ફરિયાદ ઉઠતી હતી. અગાઉ અ મુદે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આ અંગે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપતા અંતે જિલ્લા પોલીસ અને જિલ્લા કલેકટર સક્રિય થયા છે અને ગેરકાયદે ધમધમતા સ્પા પર કડક એક્શન લેવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં નેશનલ હાઈવે પર આવેલ એક સ્પામાંથી કૂટણખાનું ઝડપાયા બાદ પોલીસ સક્રિય બની છે પોલીસને બાતમી મળી હતી અલગ અલગ ત્રણ સેન્ટરમાં મહિલાઓના બહાર થી બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સગવડો પુરી પાડી કુટણખાનું ચલાવવામાં આવતું હોય જેથી અલગ અલગ ત્રણ સ્થળે દરોડો પાડ્યો હતો દરીયાલાલ સ્કવેર કોમ્પ્લેક્ષ ત્રીજા માળે આવેલ શોપ નંબર૧૬,૧૭,૧૮ ઓ થ્રી સ્પા એન્ડ સલૂનમાં પાડ્યો હતો જ્યાં સ્પા સંચાલક દિપક રમેશચંદ ચૌહાણતેના કર્મચારી કર્ણબહાદુર નૌલે લોહાર ઉર્ફે નવલ લોહારની ધરપકડ કરી હતી. બીજા એક દરોડો ભક્તિનગર બાયપાસ પાસે આવેલા અફીમ સ્પામાં પાડ્યો હતો જ્યાં બિમલા દેવીપ્રસાદ ઇગ્નાબ નામની નેપાળી મહિલાની ધરપકડ કરી હતી જોકે સ્પાનો માલિક મળી આવ્યો ન હતો ત્રીજો દરોડો બી ડીવીઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી પાસે શીવ કોમ્પલેક્ષમા પહેલા માળે આવેલ વેલકમ સ્પામાં દરોડો પાડ્યો હતો તપાસ દરમિયાન જયેશભાઇ મોહનભાઇ પરડવા,વિમલભાઇ લલીતભાઇ અગ્રાવત,પ્રકાશભાઇ કનૈયાલાલ ડાખોરનાની ધરપકડ કરી હતી ત્રણેય સ્થળ પરથી મોબાઈલ રોકડ રકમ કોન્ડોમ સહિત રૂ 89 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.

