HomeGujaratમોરબીમાં નવરાત્રીનો માહોલ જામ્યો, 150થી વધુ પ્રાચીન ગરબીઓમાં બાળાઓ કરી રહી છે...

મોરબીમાં નવરાત્રીનો માહોલ જામ્યો, 150થી વધુ પ્રાચીન ગરબીઓમાં બાળાઓ કરી રહી છે નવદુર્ગાની આરાધના

નવ દુર્ગાની આરાધનાનું પર્વ નવરાત્રી હાલ ચાલી રહ્યું છે. મોરબી શહેરમાં ઠેર ઠેર પ્રાચીન ગરબીઓના આયોજન કરવામાં આવ્યું છે જેના નાની બાળાઓ ગરબીઓમાં ઘૂમી નવ દુર્ગાની સ્તુતિ કરી તેને રીઝવવા પ્રયાસ કરી રહી છે મોરબીના શકિત ચોક ગરબી મંડળ, મંગલભુવન ગરબી મંડળ,માં શકિત ગરબી મંડળ, લખધીર ચોક ગરબી,માધાપર ચોક,મહેન્દ્રપરા, વાઘપરા,કાયાજી પ્લોટ વિસ્તાર,જેલ રોડ વિસ્તાર, જુના હાઉસિંગ બોર્ડ નવા હાઉસિંગ બોર્ડ વિસ્તાર, અયોધ્યા પૂરી, નાની બજાર ચોક, દરબાર ગઢ ચોક, માધાપર ચોક, વજેપર, વાલ્મિકી વાસ વિસ્તાર ગરબી મંડળ, સો ઓરડી વિસ્તાર ગરબી, સહિતની 150થી વધુ નાની મોટી પ્રાચીન ગરબીઓમાં  નાની બાળાઓ  ગરબીમાં ઘૂમી શકે તેવા આયોજન થયા છે . આ નાની બાળાઓ ના પરંપરાગત રાસ ગરબા જોવા લોકો ઉમટી રહ્યા છે . રાત્રીના સમયે મોરબીમાં જાણે નવો દિવસ શરુ થયો હોય તેમ ઠેર ઠેર રોશનીની ઝગમગાટ જોવા મળી રહ્યા છે.

બીજી તરફ મોરબીના રવાપર અને લીલાપર તરફ આવેલી અર્વાચીન ગરબીએ પણ આકર્ષણ જમાવ્યું છે. અલગ અલગ નવરાત્રી આયોજનમાં લોકો મોટી સંખ્યામાં ગરબે રમવા ઉમટી પડે છે યુવાનોનો ઉત્સાહ એટલો વધુ છે કે નવરાત્રીના મેદાન પણ ટૂંકા પડી રહ્યા હોય તેમ લાગે છે મોરબીમાં અલગઅલગ 5 જેટલા નવરાત્રી મહોત્સવના આયોજન થયા છે અને તેમાં મોટી સંખ્યામાં યુવાનો ગરબે ઘૂમી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW