HomeGujaratઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે મચ્છુ નદી કાંઠે ભાગવત કથા...

ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે મચ્છુ નદી કાંઠે ભાગવત કથા યોજાશે,૨૪મીથી થશે શરુ

મોરબીની અતિ પીડાદાયક ઘટના એવા ગોઝારા ઝુલતા પુલ દુર્ઘટનાના 135 મૃતકના આત્માની શાંતિ માટે સામાજિક કાર્યકરો દ્વારા મચ્છુ નદી કાંઠે મહા પ્રભુજીની બેઠક પાસે આગામી 24થી 30 ઓક્ટોબર દરમિયાન ભાગવત કથાનું આયોજન કર્યું છે. તા 24 ના રોજ બપોરે 2 વાગ્યે અગ્નેશ્વર મંદિરથી પોથીયાત્રા નીકળશે અને કથા સ્થળે પહોચશે આ દરમિયાન રામધુન મંડળ પણ જોડશે જે ધૂન ભજન સાથે યાત્રામાં જોડાશે આ ભાગવત કથામાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન અને રતનબેન દ્વારા ભાગવત કથાનું રસપાન કરાવશે . આ કથાના આયોજનને લઇ તા 17ના રોજ સાંજે 5 વાગ્યે જલારામ મંદિર ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકોને જોડાવવા આયોજક રાજુભાઈ દવે,જગદીશભાઈ બાંભણીયા અને અજયભાઈ વાઘાણી સહિતને અપીલ કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW