મોરબી નગરપાલિકામાં ફરજ બજાવતા કરાર આધારિત સફાઈ કર્મીઓની લાંબા સમયથી લઘુતમ વેતન, બોનસ, હાજરી પત્રક, પગાર સ્લીપ, કાયમી કરવા સહીતની અનેક માંગણી સોમવારથી અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસની આગેવાનીમાં 400 જેટલા સફાઈ કર્મીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા પાલિકા કચેરી સામે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે પાસે છાવણી નાખી પ્રતિક ધરણા શરુ કરી દીધા હતા. અને જ્યાં સુધી તેમની જરૂરિયાત પૂર્ણ નહી થાય ત્યાં સુધી કામ પર ન ઉતારવાની ચીમકી આપી હતી. આ જાહેરાત બાદ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી પાલિકાના વહીવટદાર એન કે મુછાર,ઇન્ચાર્જ ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્ય સહીતના દોડી ગયા હતા. અને સમાધાનના પ્રયાસ હાથ ધર્યા હતા
ધારાસભ્યએ જણાવ્યું હતું કે હાલમાં પાલિકા વહીવટદાર શાસન હોય અને હાલ પાલિકાનું સ્વભંડોળ ખુબ ઓછું હોવાથી પગાર વધારાની અમલવારી કરવી શક્ય નથી પરંતુ જેવી પાલિકાની સ્થિતિમાં સુધારો થશે એટલે તુરંત તેમના વેતનના વધારાની અમલવારી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી સાથે સાથે તેઓએ સફાઈ કર્મીઓને અપીલ કરી હતી કે હાલ નવરાત્રી પર્વનો તહેવાર હોય નજીક દિવાળી પર્વ આવતો હોય જેથી શહેરની સફાઈની જરૂરીયાત હોય પાલિકા તમારી માંગણીનો ઉકેલ લાવવા તમામ પ્રયાસ કરવામાં આવશે જન સુખાકારીને ધ્યાને લઇ સફાઈ કામગીરી ન છોડવા અપીલ કરી હતી
બીજી તરફ ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યે જણાવ્યું હતું મોરબી પાલિકાના સફાઈ કર્મીઓ મુખ્ય ચાર માંગણીને લઇ હડતાળ પર ઉતર્યા છે. જેમાં તેઓની માંગણી ન્યુનતમ વેતન લાગુ કરવા, કરાર આધારિત કર્મીઓને કાયમી કરવા તાજેતરમાં જે કર્મચારીને છુટા કરવામાં આવ્યા તેમને ફરીથી લેવા અને તેમને પગાર સ્લીપ તેમજ હાજરી પત્રક આપવા સહિતની માંગણી કરી હતી હાલ પાલિકા પાસે કર્મચારીને કાયમી કરવાની સત્તા નથી તે રાજ્ય સરકારના અધિકારની વાત છે જેથી તે અંગે સરકાર નિર્ણય લેશે,બાકી જે કર્મચારીને છુટા કરવામાં આવ્યા હતા તેમની કામગીરીની સમીક્ષા કરી તેમાંથી જેટલા શક્ય કર્મી હશે તેને પરત લેવામ આવશે. આ સિવાય હાલ પાલિકાનું સ્વ ભંડોળ પુરતું ન હોવાથી હાલ લઘુતમ વેતન આપવું શક્ય નથી જેથી અગામી દિવસમાં જયારે સ્વભંડોળ વધારો થશે ત્યારે પગાર વધારો કરવામાં આવશે

