HomeGujaratમોરબીમાં આર્મીના શહીદ પરિવાર અને ગૌશાળાના લાભાર્થે નવરાત્રી મહોત્સવનું આયોજન

મોરબીમાં આર્મીના શહીદ પરિવાર અને ગૌશાળાના લાભાર્થે નવરાત્રી મહોત્સવનું આયોજન

નવરાત્રી પર્વનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાચીન ગરબીની સાથે સાથે અર્વાચીન ગરબી મહોત્સવનું આયોજન થઇ રહ્યા છે ત્યારે મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા દર વર્ષે આર્મીમાં શહિદ થયેલા પરિવારના લાભાર્થે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં શહિદ પરિવારને આયોજકો દ્વારા તેના ખર્ચે ગરબા સ્થળે બોલાવવામાં આવશે અને અહી તેનું સન્માન કરી આર્થિક મદદ કરવામાં આવશે આ નવરાત્રી મહોત્સવથી થનારા નફામાંથી માધવ ગૌશાળાની ગાયોના લાભાર્થે પણ ખર્ચ કરવામાં આવશે તેમ પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજયભાઈ લોરીયાએ જણાવ્યું હતું.

આ તકે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ નવરાત્રી મહોત્સવમાં જે પણ ખેલૈયા આવશે તેમને ગેટ પર દીકરી દ્વારા કુમ કુમ તિલક કરવામાં આવશે અને તિલક લગાવશે તેને જ પ્રવેશ આપવામાં આવશે જો કોઈ ખેલૈયા તિલક વિના આવશે તો તેને પ્રવેશ આપવામાં નહી આવે છે. આ ઉપરાંત ગરબા રમતા રમતા હાર્ટ એટેકને લગતા કેસ પણ વધી રહ્યા છે તેથી સરકારની ગાઈડલાઈન મુજબ એમ્બ્યુલન્સ,મેડીકલ ટીમ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી આવી કોઈ સ્થિતિ સર્જાઈ તો તાત્કાલિક સારવાર આપી તેમનો જીવ બચાવી શકાય

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW