મોરબીના નવલખી પોર્ટ ખાતે ટ્રકમાંથી કોલસાનું લોડીંગ વિભાગમાં કામ કરતા મોટા દહીસરા ગામના દશરથસિંહ ભાગવતસિંહ જાડેજાને ટ્રકમાં કોલસો ભરવા મામલે મયુરસિંહ રણજીત સિંહ જાડેજા અને મયુરસિંહ રણજીત સિંહ જાડેજા માથાકૂટ થઇ હતી જે અંગેની જાણ મોટા દહિસરાના સૂર્યદીપ રણજીત સિંહ જાડેજાને હતા તેણે દશરથસિંહ સાથે માથાકૂટ કરી છરીના ઘા ઝીકી દીધા હતા અને હત્યા કરી ફરાર થઇ ગયા હતા આ બનાવમાં મૃતકના ભાઈ કિરીટસિંહ ભગવતસિંહ જાડેજા સામે માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લઇ મોરબી જેલ હવાલે કર્યો હતો આ કેસમાં પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જ સીટ ફાઈલ કરી હતી બળમાં આ કેસ સેકન્ડ એડીશનલ જજ વિરાટ એ બુદ્ધની કોર્ટમાં જતો રહ્યો હતો
જ્યાં બન્ને પક્ષ દ્વારા દ્લીલ કરી હતી સરકારી વકીલ સંજયભાઈ દવેએ આરોપીનો ગુન્હો સાબિત કરતા 10 મૌખિક સાક્ષી તેમજ 37 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા આ તમામ પુરાવાને કોર્ટે માન્ય રાખી આરોપી સૂર્યદીપસિંહ રણજીત સિંહ જાડેજાને કસુર વાર ઠેરવી આજીવન કેદની સખ્ત સજા સંભળાવી હતી સાથે સાથે રૂ 2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જો આરોપી દંડ ન ભરે તો ૩ વર્ષની કેદની સજા પણ ફટકારી હતી

