વર્ષોથી ચાલ્યા આવતા ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના તણાવયુક્ત સબંધને કારણે બન્ને દેશ વચ્ચે અનેક વખત સબંધો બગડયા છે ત્યારે અચાનક શનિવારે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. સમાચાર એજન્સી રોઈટર્સના અહેવાલ મુજબ સાર ગાઝા પટ્ટીથી ઈઝરાયેલ તરફ મોટી સંખ્યામાં રોકેટ છોડવામાં આવી છે છે. ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ આ હુમલાને યુદ્ધ ગણાવ્યું છે.જોકે આ હુમલા બાદ જાનહાની કે ઇઝરાયેલને શું નુક્શાન થયું તે અંગેની કોઈ વિગતો સામે આવી શકી નથી
હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈને ઈઝરાયેલની વાયુસેનાએ સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ X પર માહિતી આપી છે. ઈઝરાયેલની વાયુસેનાના જણાવ્યા અનુસાર ઈઝરાયેલની વાયુસેનાના ડઝનબંધ ફાઈટર પ્લેન હવે ગાઝા પટ્ટીમાં અનેક સ્થળોએ આતંકી સંગઠન હમાસના ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યા છે.

હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. સમાચાર એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર ગાઝા પટ્ટીથી ઈઝરાયેલ તરફ મોટી સંખ્યામાં રોકેટ છોડવામાં આવ્યા છે. ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ આ હુમલાને યુદ્ધ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. અમે યુદ્ધ માટે તૈયાર છીએ. તમને જણાવી દઈએ કે હમાસ આતંકવાદીઓના આ હુમલાને લઈને ભારત સરકારે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી પણ જારી કરી છે.
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ X પર પોસ્ટ કર્યું કે અમે યુદ્ધમાં છીએ. તેમણે વધુમાં કહ્યું કે આપણા દુશ્મનોને એવી કિંમત ચૂકવવી પડશે જે તેમણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.