વાંકાનેરના વઘાસીયા ગામની ગામની હદમાં આવેળા બ્રોમો સિરામિક નામની ફેકટરીમાં બે દિવસ પહેંલા કારખાનામાં જેસીબીની કામગીરી ચાલતી હતી તે દરમિયાના આજ કારખાનામાં રહી મજુરી કામ કરતો મૂળ એમપીના જાબુઆ જીલ્લાનો વતની કૈલાસભાઇ મડીયાભાઇ હીહોર નામનો યુવક ચાલીને જતો તે વખતે જેસીબીના ડ્રાઇવર હસમુખભાઇ છનાભાઇ ઉડેચા બેદરકારી પૂર્વક જેસીબી ચલાવી કૈલાસ હિહોરને જેસીબીની બકેટની ઠોકર મારી હતી ઘટનામાં કૈલાસભાઈને માથામાં ગંભીર ઈજા પહોચતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મોત અંગેની નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

