મોરબી પાલિકા વિસ્તારમાં લાંબા સમયથી પૂરતા સાધનો અને કર્મચારી ન હોવાથી ડોર ટુ ડોર કચરા કલેક્શન કામગીરી ખુબ ધીમી ગતિ ચાલી રહીછે ઝુલતા પુલ દુર્ઘટના પહેલા ભાજપ શાસિત પાલિકાના સત્તાધીશોએ ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો અને શહેરને ગાર્બેજ મુક્ત કરવાની જવાબદારી સોપી હતી તે સમયે એજન્સી પોતે જ સાધનો અને માણસો લાવી કચરા કલેક્શન કામગીરી કરવામાં આવતી હતી બાદમ જે તે સમયે પાલિકા દ્વારા અપૂરતા ભંડોળનું કારણ આપી એજન્સીનો કોન્ટ્રાકટ રદ કરી પાલિકાના કર્મચારી પાસે જ કામગીરી કરાવવામાં આવી હતી
કેટલાક વિસ્તારમાં સપ્તાહમાં ક્યારેક ક્યારેક કચરા કલેક્શન માટે આવે છે તો છેવાડાના એવા કેટલાય વિસ્તાર છે જ્યાં પાલિકાની સફાઈની ટીમ ભાગ્યેજ પહોચે છે જેની પાછળ પાલિકા વસ્તી વિસ્તારની સરખામણીમાં અપૂરતા સંસાધન જવાબદાર હોવાના દાવા કરી રહી હતી જોકે પાલિકાએ ફરી એકવાર શહેરને સફાઈ માટે ઝુંબેશ શરુ કરી રહી છે અને તેની શરુઆત આવતીકાલથી મચ્છુ નદીમાં ખડકાયેલ ગાંડી વેલ દુર કરવાની કામગીરીથી શરુ કરશે મોરબી શહેરની મચ્છુ નદીમાં હાલ ગાંડીવેલનું સામ્રાજ્ય છવાઈ ગયું છે એક તરફ શહેરની ભૂગર્ભ લાઈનનું પાણી નદીમાં છોડવામ આવતા ત્યાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે આ સ્થિર અને ગંદા પાણીના કારણે ગાંડીવેલ પણ ખડકાઈ ગઈ છે જેને દુર કરવામાં આવશે તેની સાથે સાથે મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર અને નદીના ભાગે ગાંડા બાવળ ખડકાયેલ હોય તેને પણ ત્યાંથી દુર કરી ફૂટપાથ ક્લીયર કરાવી લોકો ચાલીને જઈ શકે તે પ્રકારની સફાઈ પણ કરવામાં આવશે આ સફાઈ ઝુંબેશને વેગ આપવા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફ્ફુલભાઈ પાનસેરીયા ખાસ ઉપસ્થિત રહેશે આં સફાઈ ઝુંબેશની શરુઆત તા 6 ના રોજ સવારે 8:30 વાગ્યે મચ્છુ નદી પર વાઘજી ઠાકોરની પ્રતિમા બાજુના ભાગેથી તેમજ બેઠા પુલ પરથી કરવામાં આવશે આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા શહેર મહામંત્રી રિષભભાઈ કૈલા.ભાવેશભાઈ કંજારિયા, પાલિકાના પૂર્વ કાઉન્સીલર, તેમજ પાલિકાના અધિકારી અને કર્મચારી સહિતના જોડાશે
આ ઉપરાંત મોરબી પાલિકા લાંબા સમયથી ભંડોળ વાંકે સફાઈ સાધનો પૂરતા ન હોય જેના કારણે કામગીરી ન થઈ શકતું હોવાનો બચાવ કરતું હતું જોકે પાલિકાને થયેલી ટેક્સની આવક તેમજ સરકાર તરફથી મળેલી ગ્રાન્ટ માંથી રૂ 40 લાખના ખર્ચે 5 ટ્રેક્ટર અને ટ્રોલીની ખરીદી પણ કરવામાં આવી છે આજે સફાઈ ઝુંબેશની શરુઆત પણ આ ટ્રેક્ટર અને ટ્રોલીનું લોકાર્પણ થકી કરવામાં આવશે.

