HomeGujaratસરદાર પટેલ અંગેની ટીપ્પણીને લઇ મોરારીબાપુની કથામાં દેવાયત ખવડનો સોશ્યલ મીડિયામાં વિરોધ...

સરદાર પટેલ અંગેની ટીપ્પણીને લઇ મોરારીબાપુની કથામાં દેવાયત ખવડનો સોશ્યલ મીડિયામાં વિરોધ ઉઠ્યો

મોરબીના વાવડી ગામ ખાતે આવેલા કબીર ધામમાં મોરારીબાપુ દ્વારા રામ ચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં બપોર બાદ લોક ડાયરા અને  લોક સાસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે આજે ગુરુવારના રોજ લોક સાહિત્યકાર દેવાયત ખવડનો કાર્યક્રમ પણ યોજાવાનો છે જોકે આ કાર્યક્રમ પૂર્વે સોશ્યલ મીડીયામાં તેનો વિરોધ શરુ થઇ ગયો છે. મોરબી દેવાયત ખવડ દ્વારા આગાઉ એક કાર્યક્રમમાં દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલનું અપમાન થાય તે પ્રકારની કોમેન્ટ કરી હતી જેને લઇ જે તે સમયે પણ વિરોધ થયો હતો અને માફી માગવાની માંગણી કરવામાં આવી હતી ત્યારે આજે મોરબીમાં કાર્યક્રમ પૂર્વ તેનો વિરોધ થઇ રહ્યો છે અને સરદાર પટેલની માફી માગવા  તેમજ ભવિષ્યમાં આવી રીતે ટીપ્પણી ન કરે તેવી પણ માંગણી કરવામાં આવી છે   સાથે સાથે સોશ્યલ મીડિયામાં દેવાયત ખવડના કાર્યક્રમમાં ન જવા પણ અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW