મોરબીના વજેપર વિસ્તારની શેરી નં 14 ના મકાનમાં રેહતા ભાવેશ હીરાભાઈ સાવરિયા ગત તારીખ 24 ના બપોરના સમયે તેના ઘરે હતા તે દરમિયાન તેમનો નાનો ભાઈ દિનેશ હીરાભાઈ સાવરિયા એ ભાવેશભાઈ પાસે તેમના પિતાની નોકરી દરમિયાન આવેલા રૂ 10 લાખ આપવાની માંગણી કરી હતી અને કહ્યું હતું કે તારે હવે રૂપિયાનું શું કરવાનું છે તેમ કહી ગાળો આપી હતી અને ઢીકા પાટુનો માર માર્યો હતો તેમ જ તેના હાથમાં રહેલી પ્લાસ્ટીકના હાથા વાડી બ્લેડ થી કોણી અને આંગળીના ભાગે ઇજા પોહચાડી જાન થી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો બનાવ અંગે ભાવેશભાઈએ દિનેશભાઈ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

