HomeGujaratમોરબીના ચકમપરમાં દબાણ દુર થતા પરિવારોએ કલેકટર કચેરીએ રામધુન બોલાવી વૈકલ્પિક જગ્યા...

મોરબીના ચકમપરમાં દબાણ દુર થતા પરિવારોએ કલેકટર કચેરીએ રામધુન બોલાવી વૈકલ્પિક જગ્યા આપવા કરી માંગ

મોરબીના ચકમપર ગામમાં તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારીની સુચનાથી ગૌચર જમીન પર દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે બાદ જે સ્થળેથી દબાણ દુર કરવામાં આવ્યા હતા તે પરિવારો આજે જિલ્લા કલેકટર કચેરી એ આવી પહોચ્યા હતા અને  ગ્રામ પંચાયત દ્વારા રાગ દ્વેષ રાખી ખોટી રીતે નોટીસ આપી દબાણ દુર કરવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો અને આ મુદે આજે જિલ્લા કલેકટર કચેરી બહાર રામધુન બોલાવી વિરોધ કર્યો હતો. અને સાથે સાથે તેઓએ માંગણી કરી હતી કે હાલ તેઓના ઘર તોડી પાડવમાં આવતા ખુલ્લી જગ્યામાં રહેવા મજબુર છે જેથી તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેમજ જ્યાં સુધી નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ જગ્યા ખાલી ન કરવામાં આવે તેવી માંગણી કરી હતી તેઓએ જણાવ્યું હતું કે હાલ તેઓ જે જગ્યા પર છે ત્યાં તેમની ખાધ સામગ્રી અને જીવનજરૂરી ચીજ વસ્તુઓ પડી હોય તેમજ તેઓની સાથે નાના બાળકો પણ હોય જેથી તેઓને નવી વ્યસ્થા ન થાય ત્યાં સુધી હટાવવામાં ન આવે તેવી સુચના ગ્રામ પંચાયતને આપવમાં આવે તેવી રજૂઆત  સાથે તેઓએ કલેકટર ચેમ્બર બહાર જ બેસી જઈ રામધુન બોલાવી તેમની માંગણી મુદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW