HomeGujaratમોરબીના પીપળી રોડની હાલત દયનીય ખાડા અને રબડી થી વાહન ચાલકોની હાલત...

મોરબીના પીપળી રોડની હાલત દયનીય ખાડા અને રબડી થી વાહન ચાલકોની હાલત બેહાલ,

મોરબી જેતપર રોડની મંથર ગતિએ ચાલતી કામગીરીને કારણે રસ્તાની હાલત કફોડી બની ગઇ છે. ઠેર ઠેર મસમોટા ખાડા પડી જતાં વાહન ચલાવવીને નીકળવું મુશકેલ થઈ પડ્યું છે. રોડ પર પાણી ભરાઈ જતાં તેમાં અવાર નવાર વાહન ફસાઈ રહ્યા છે. મંથર ગતિએ ચાલતી કામગીરીના કારણે વાહન ચાલકો બેહાલ થઈ ગયા છે. સાથે સાથે નાનાંમોટાં અક્સ્માતનો ભોગ બની રહ્યા છે.

મોરબીથી જેતપરને જોડતા અંદાજિત 25કિમીના રોડને ફોર લેન કરવાની કામગીરી ચાલી રહી છે.જોકે આ રોડની હાલત એટલી હદે દયનીય બની ગઈ છે કે ત્યાથી વાહન લઈને નીકળવું વાહન ચાલકો માટે પડકાર બની ગયું છે. ઠેર ઠેર મસ મોટા ખાડા અને તેમાં વરસાદી પાણી ભરાવવાના કારણે કીચડનું સામ્રાજ્ય છવાઈ જતા દરરોજ નાના મોટા અક્સ્માત સર્જાઇ રહ્યા છે. અહી મસ મોટા ખાડાના રિક્ષા અને બાઈક ફસાઈ જવાંથી પડી જવાની ઘટના બને છે તો ક્યારેક ટ્રકના મસમોટા ખાડામાં વ્હીલ ફસાઈ રહ્યા છે જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાય રહ્યા છે જેના કારણે અહીથી પસાર થતા લોકોની કલાકોની કલાકો વેડફાઈ રહી છે  આં ઓછું હોય તેમ મસ મોટા ખાડામાં ટ્રક પડતાં પલ્ટી મારી જતા હોય છે જેના કારણે તેમાં રહેલા લાખોની કિંમતની ટાઇલ્સ ,અને અન્ય સિરામિક પ્રોડક્ટને નુકશાન થઈ રરહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે. મંથરગતિએ ચાલતી મોરબી જેતપર ફોર લેન હાઇવેને કામગીરી તેની નક્કી કરાયેલા સમય મર્યાદામાં પૂર્ણ થશે કે કેમ તે અંગે પણ આશંકા વર્તાઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW