HomeGujaratમોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન અચાનક બંધ પડી જતા મુસાફરો રઝડી પડ્યા

મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન અચાનક બંધ પડી જતા મુસાફરો રઝડી પડ્યા

મોરબીથી લાંબા અંતરની ટ્રેનમાં જઈ શકે તે માટે દોડતી મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન આશીર્વાદ સમાન છે જોકે આ ટ્રેન રાજકોટ રેલ્વે ડીવીઝનની અણ આવડતનો ભોગ બને છે વાંકાનેર મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનનું એન્જીન અવાર નવાર ફેલ થવાની ફરિયાદ ઉઠે છે અને તેના કારણે છેલ્લી ઘડીએ રઝળી પડવાની ઘટના બને છે ત્યારે વધુ એકવાર ટ્રેનનું એન્જીન ફેળ થવાની ઘટના બની હતી જેના કારણે બાકીની ટ્રેન રદ કરી દેવતા મુસાફરો રઝળી પડ્યા હતા જોકે નઝરબાગ રેલ્વે સ્ટેશન દ્વારા છેલ્લે સુધી ટીકીટ વિતરણ ચાલુ રખાવામાં આવ્યા બાદ અચાનક ટ્રેન રદ થયાની જાહેરાત થઈ છતા અનેક મુસાફરોને ટ્રેનની ટીકીટના રૂપિયા રીફંડ ન આપવામાં આવતા થોડી વાર માટે દેકારો પણ મચી જવા પામ્યો હતો જોકે કેટલાક મુસાફરોને ઉતાવળ હોવાથી ટ્રેનના રૂપિયા પરત લેવાનું માંડી વાળ્યું હતું અને રેલ્વે સ્ટેશન જવા માટે જે પણ સાધન મળે તેના થકી પહોચવા અધીરા બન્યા હતા

મોરબી વાંકાનેર વચ્ચે દોડતી આ ડેમુ ટ્રેનનું એન્જીન અનેક વખત ફેલ થઇ જતું હોય છે તેમ છતાં અહી અન્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી જેના કારણે એક તરફ મુસાફરોને હેરાનગતીનો સામનો કરવો પડે છે તો બીજી તરફ રેલવેની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે રાજકોટ રેલ્વે ડીવીઝન દ્વારા શા માટે નવી ડેમુ ટ્રેન ફાળવવામ આવતી નથી તે સૌથી મોટો પ્રશ્ન છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW