મોરબી નજીક આવેલા જાંબુડિયા ગામ પાસે આવેલા કોમેટ સિરામિક નામની ફેક્ટરીના લેબર કવાર્ટરમાં રહેતા શ્રમિક પરિવારની 19 વર્ષીય યુવતીએ અચાનક કોઈ કારણસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.ઘટનાની જાણ થતા ફેક્ટરીમાં સાથે રહેતા તાનસિંગભાઇ સુખાભાઇ ભાભોર નામની વ્યક્તિ યુવતીને બેશુદ્ધ હાલતમાં સીવિલ હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી હતી

