મોરબી સહીત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં પાછોતરો વરસાદ થયો છે ગત રવિવારે મોડી રાતથી વરસાદ શરુ થયો હતો. જેના કારણે વરસાદની ઘટ્ટ દુર થઇ ગઈ છે. મોરબી જીલ્લાનો કુલ 100 ટકા વરસાદ નોધાઇ ગયો છે. મોરબી જિલ્લા કુલ સરેરાશ 562 મીમી એટલે કે 22 ઇંચ છે અને મંગળવારે થયેલા વરસાદ સાથે જીલ્લામાં કુલ 562.8 મીમી થઇ જતા જિલ્લામાં વરસાદની ઘટ દુર થઇ ગઈ છે તાલુકા મુજબ વરસાદ જોઈએ તો મોરબી તાલુકાની સરેરાશ 648 મીમી એટલે કે 25.92 ઇંચ છે જેની સામે આજ દિન સુધીમા 702 મીમી એટલે કે 28 ઇંચ સુધી થઇ ગયો છે ટકાવારીની દ્રષ્ટીએ જિલ્લામાં 108 .33 ટકા થયો છે. ટંકારા તાલુકાની વાત કરીએ તો ટંકારા તાલુકાની સરેરાશ 643 મીમી એટલે કે 25 .73 ટકા છે જેની સામે કુલ 656 મીમી એટલે કે 102 .02 ટકા થઇ ગયો છે સૌથી વધુ વરસાદ હળવદ તાલુકામાં નોધાયો છે હળવદ તાલુકાની વાત કરીએ તો 484 મીમી એટલે કે 19 ઇંચ છે જેની સામે તાલુકામાં આજદિન સુધીમાં 604 મીમી વરસાદ વરસી જતા કુલ સીઝનનો 124.79 ટકા થઇ ગયો છે. અન્ય તાલુકાની સ્થિતિ જોઈએ તો વાંકાનેર તાલુકામાં 539 મીમી એટલે કે 21.56 ઇંચ સામે હજુ 448 મીમીએટલે કે 17.92 ઇંચ વરસાદ નોધાયો છે ટકાવારી મુજબ વાંકાનેર તાલુકામાં સીઝનનો 83.12 ટકા વરસાદ નોધાયો છે સૌથી ઓછો વરસાદ માળિયા મિયાણા તાલુકામાં નોધાયો છે આ તાલુકાની સરેરાશ 19.84 ઇંચ સામે આજ દિન સુધીમાં એમ ત્રણેય તાલુકામાં સીઝનનો 81 .45 ટકા જેટલો વરસાદ નોધાયા હતા.

