મોરબી જિલ્લાની સબ જેલમાં અપહરણ અને દુષ્કર્મ કેસમાં સજા ભોગવતા કેડી સોમનાથ ઉર્ફે શોભનાથ રામ પ્રતાપ રાજપૂત નામના 22 વર્ષીય કેદીએ સોમવારે મોડી રાત્રે બેરેકના જનરલ સૌચાલયના પ્લાસ્ટિક પાઈપ સાથે રૂમાલ બાંધી ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. જોકે સવારે જયારે જેલ સ્ટાફ દ્વારા કેદીની ગણતરી કરવામાં આવી ત્યારે એક કેદી ઓછો મળતા તપાસ કરતા તેના બેરેકેમાં હાજર ન હોવાથી કેદીની શોધખોળ કરી હતી શોધખોળ દરમિયાન કેડી બાથરૂમમાં લટકેલી હાલતમાં મળી આવતા તુરત જેલના અધિકારીને જાણ કરતા તેઓ તુરત સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો જે બાદ જેલ પ્રશાસને એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા એ ડીવીઝન પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી
ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ માળિયા મિયાણા પોલીસ મથકમાં અપહરણ અને દુષ્કર્મનો ગુન્હો નોધાયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી એક મહિના પહેલા કેદીને મોરબી જેલમાં રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે હાલ જેલ પ્રસાશન દ્વારા કેદીના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

