રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે મોરબી જિલ્લામાં રવિવારે વાતાવરણમાં બદલાવ આવ્યો હતો.રવિવારે આખો દિવસ વાદળ છાયા વાતાવરણ વચ્ચે સાંજના સમયે વીજળીના ચમકારા જોવા મળ્યા હતા અને તેની સાથે સાથે ઠંડા પવન પણ ફૂકાયા હતા. અને મોડી રાતથી વરસાદ શરુ થયો હતો રાત્રે8 થી સવારે ૬ વાગ્યા સુધીમાં મોરબી 19 મીમી વરસાદ જયારે હળવદમાં 28 મીમી વરસાદ નોધાયો હતો તો ટંકારામાં 5 મીમી જયારે માળિયા મિયાણામાં 13 મીમી વરસાદ નોધાયો હતો
તો સોમવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને 6થી 10 વાગ્યા સુધીમાં મોરબી શહેરમાં 17 મીમી ,વાંકાનેરમાં 28 મીમી જયારે હળવદ 49 મીમી વરસાદ નોધાયો હતો ટંકારામાં પણ ધીમી ધીમી 13 મીમી વરસાદ નોધાયો હતો

સમગ્ર સૌરાષ્ટ્રમાં જુલાઈ મહિના થયેલા વરસાદ બાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં કેટલાક વિસ્તારને બાદ કરતાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ થયો નથી જેના કારણે ચોમાસુ પાકને અસર થઈ છે આવી સ્થિતિમાં વધું એક વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે બંગાળ ની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના એક મજબૂત વરસાદી સિસ્ટમ બની હતી. જે એક શનિવારે ગુજરાત સુધી પહોંચી દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં તોફાની વરસાદ લઈને આવી છે.રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આ વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે સૌરાષ્ટ્ર કચ્છ તરફ આગળ વધી રહી છે. અને તેની અસર રવિવારથી મોરબી જિલ્લામાં જોવા મળી હતી અને આખો દિવસ વાદળની આવન જાવન વચ્ચે ગરમીમાં આંશિક રાહત રહી હતી તો સાંજના સમયે વાતાવરણમાં થોડો વધુ બદલવા આવ્યો હતો અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવન ફુંકાવાની શરૂઆત થઈ ગઈ હતી. સાથે સાથે રાત્રીના સમયે ક્યાક ક્યાક વીજળીના ચમકારા પણ જોવા મળ્યા હતા.
બાદમાં મોડી રાતથી વરસાદ શરુ થયો હતો રાત્રે8 થી સવારે ૬ વાગ્યા સુધીમાં મોરબી 19 મીમી વરસાદ જયારે હળવદમાં 28 મીમી વરસાદ નોધાયો હતો તો ટંકારામાં 5 મીમી જયારે માળિયા મિયાણામાં 13 મીમી વરસાદ નોધાયો હતો
તો સોમવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને 6થી 10 વાગ્યા સુધીમાં મોરબી શહેરમાં 17 મીમી ,વાંકાનેરમાં 28 મીમી જયારે હળવદ 49 મીમી વરસાદ નોધાયો હતો ટંકારામાં પણ ધીમી ધીમી 13 મીમી વરસાદ નોધાયો હતો

