HomeGujaratમોરબીના સનાળામાં બે પરિવાર વચ્ચે બઘડાટી ધોકા ઉડ્યા, સામસામી ફરિયાદ

મોરબીના સનાળામાં બે પરિવાર વચ્ચે બઘડાટી ધોકા ઉડ્યા, સામસામી ફરિયાદ

મોરબીના શનાળા ગામમાં રહેતો નિતીનભાઇ મહેશભાઇ સોંલંકી તેની કાર લઈને જતો હતો તે દરમ્યાન એક શખ્સ તેનું બાઈક લઈને આવ્યો હતો અને કાર રોકાવી પોલીસને અમારી બાતમી કેમ આપે છે તેમ કહી ધમકી આપી તેની સાથે ઝપા ઝપી કરી મારી નાખવાની ધમકી આપી હતી ઘટના બાદ યુવકે આ અંગે પરિવારના સભ્યોને જાણ કરતા તેના દાદા આરોપીને સમજાવવા તેના ઘરે ગયા હતા જ્યાં તેઓને માર પણ મારતા યુવક તથા તેનો ભાઇ રાહુલ પોતાની ઇકો કાર લઇને જતા નિતીનભાઇ મહેશભાઇ સોંલંકી જાતે. તથા તેના ભાઇનેઆરોપીઓએ એકસંપ કરી લોખંડના પાઇપ તથા હાથ વડે ફરી. ને બન્ને હાથમાં તથા ડાબા કાનની પાછળ માથાના ભાગે અને તેમના દાદીમાં ને કપાળના ભાગે તથા તેના ભાઇ રાહુલ ને જમણા હાથની કોણી પાસે મુંઢ ઇજાઓ પહોંચાડી હતી
બનાવ અંગે નીતિન ભાઈએ મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા તથા હંસાબેન રવજીભાઇ વાઘેલા તથા સપનાબેન મહીપતભાઇ ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

સામે પક્ષે મહીપતભાઇ ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા એ સનાળા ગામના નિતીન મહેશભાઇ સોલંકી તથા રાહુલ મહેશભાઇ સોલંકી સામે ફરિયાદ નોધાવી હતી જેમાં જણાવ્યું હતું કે પોતાનુ મોટર સાયકલ નં. GJ-36-J-9113 વાળુ લઇને પોતાના ઘરેથી તેના કાકાના ઘરે જતો હતો ત્યારે સામેથી આરોપી પોતાના કબ્જા ભોગવટાવાળી ઇક્કો કાર નં. GJ-36-L-4968 વાળી લઇને ફરીયાદીના મોટર સાયકલ નજીક લઇ જઇ બોલાચાલી કરી બાદમાં બન્ને આરોપીઓ ફરીયાદીના ઘર પાસે લોખંડનો પાઇપ તથા લાકડાનો બેઝ બોલનો ધોકો લઇ જઇ ઘરની બહાર ઉભેલ ફરીયાદી તથા તેના મમ્મી ને ધોકા તથા લોખંડના પાઇપ વડે માર મારી ફરીયાદીને ડાબા હાથમાં ફ્રેકચર કરી તથા માથાના ભાગે તથા વાંસાના ભાગે મુંઢ ઇજા પહોંચાડી તથા ફરી. ના મમ્મી ને ડાબા હાથના પંજામાં આંગળીમાં ધોકા વડે ફ્રેકચર જેવી ઇજા કરી એકબીજાની મદદગારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા

બનાવ અંગે પોલીસે સામ સામી પોલીસ ફરિયાદ નોધી હતી અને તેના આધારે ગુન્હો નોધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW