Sunday, July 7, 2024
HomeGujaratમાળિયાના વીર વિદરકામાં યુવકની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ ફટકારતી મોરબી કોર્ટ

માળિયાના વીર વિદરકામાં યુવકની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ ફટકારતી મોરબી કોર્ટ

માળિયા મિયાણા તાલુકાના વીર વિદરકા ગામમાં ૨૦૨૨ના જાન્યુઆરી મહિનામાં રોહિત જીવાભાઈ સુરેલા નામના યુવકની તેના કૌટુંબિક કાકાના વાડામાં ગળાના ભાગે અને માથાના ભાગે તીક્ષણ હથિયાર વડે હત્યા થઇ હતી જે અંગે મૃતકના ભાઈ મહેશ જીવાભાઈ સુરેલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી અને હત્યારા તરીકે તેમની વાડીમાં રહેતા મજુર પર આશંકા વ્યક્ત કરી હતી બનાવ અંગે માળિયા મીયાણા પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હતી અને મધ્ય પ્રદેશના અલીરાજ પુલ જિલ્લાના મૂંદલા ગામના વતની દિનેશ ગોવિંદભાઈ નાયક નામના શખ્સની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ચાર્જસીટ ફાઈલ થયા બાદ કેસ મોરબી સેકન્ડ એડીશ્નલ જજ વિરાટ એ બુદ્ધની કોર્ટમાં ચાલ્યો ગયો હતો જે બાદ આ કેસની સમાયંતરે સુનવણી ચાલી હતી અને સરકાર તરફથી મોરબીના મદદનીશ સરકારી વકીલ સંજય સી દવેએ દ્વારા દલીલો તેમજ પોલીસ દ્વારા તપાસને લગતા દસ્તાવેજ પુરાવા, સાક્ષીઓના નિવેદન.સહિતના 32 દસ્તાવેજી પુરાવા અને 12 મૌખિક પુરાવા રજુ કર્યા હતા. કોર્ટમાં બન્ને પક્ષની દલીલ સાંભળી હતી અને જરૂરી પુરાવા રજુ કર્યા હતા અને તેના આધારે સેકન્ડ એડીશનલ સેસન્સ જજ વિરાટ એ બુદ્ધે આરોપીને આજીવન કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો તેમજ જો આરોપી દંડ ન ભરી શકે તો વધુ એક વર્ષની સજા ફટકારવામાં આવે તેવો આદેશ કર્યો હતો

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW