HomeGujaratમોરબી પોલીસે ટાયર ચોરને દબોચી લીધો,22 ટાયર સહીત રૂ 5.99 લાખનો મુદામાલ...

મોરબી પોલીસે ટાયર ચોરને દબોચી લીધો,22 ટાયર સહીત રૂ 5.99 લાખનો મુદામાલ જપ્ત

મોરબી એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એ એસ આઈ વિક્રમ સિંહ બોરાણા અને હેડ કોન્સ્ટેબલ દશરથ સિંહને બાતમી મળી હતી કે ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ મથક વિસ્તારમાં 22 ટાયર અને 9 ટાયર રીમ સહીત રૂ 5.99 લાખના મુદામાલની ચોરી થયાની સુશીલકુમાર અર્જુનસિંઘ શર્માએ ફરિયાદ નોધાયેલ હોય આ ફરિયાદમાં નોધાયેલ મોરબી જીલ્લામાં આવ્યા હોવાની મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી જેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે એમ એચ 40 સીએમ 4779 નંબરના ટ્રકમાં તેના જ બે ડ્રાઈવર કરેલા ટાયર અને રીમ સહિતનો લાખોની કિમતનો માલ સામાન ભરીને આવ્યા હોય અને નવલખી પોર્ટ વિસ્તારમાં ગેર કાયદે વેચવાની ફીરાંકમાં હોય આ મેસેજ આધારે મોરબી એલસીબીની ટીમ તપાસ કરવામાં આવી હતી દરમિયાન આ શંકાસ્પદ ટ્રક પીપળીયા રોડ પર ખાખરાળા ગામ પાસે ભારત પેટ્રોલ પંપ પાસેથી મળી આવી હતી. આ ટ્રક મળી આવતા તુરત તેના ચાલકની તપાસ કરતા ધીરજ રામ સાગર તિવારી આવ્યો અને તેની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે કબુલાત આપી હતી કે ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ મથક વિસ્તારના ટ્રાન્સપોર્ટના ધંધાર્થી શુશીલ અર્જુનસિંહ શર્માના ટ્રકમાં ટાયર ભરીને તેની સાથે વિશ્વાસ ઘાત કરી ટ્રકના 22 ટાયર અને 9 ટાયરની રીમ મળી કુલ 5,99,500 ની કિમંત મુદામાલની ચોરી કરી નીકળી ગયા હોય અને નવલખી પોર્ટ વિસ્તાર આસપાસ તમામ મુદામાલ ખાલી કરી નીકળી ગયા હતા તેમજ બીજો માલ ભરવા મોરબી તરફ આવતા હતા આરોપીની કબુલાત આધારે મોરબી એલસીબીની ટીમે બન્નેની ધરપકડ કરી હતી અને વધ તપાસ અર્થે ભરૂચ જિલ્લા પોલીસને જાણ કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW