મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક યુવતીને કાનો ભુપતભાઈ કોળી નામના ભેજાબાજ શખ્સે ઈન્સ્ટાગ્રામમાં આઈડી મેળવી તેના થકી મિત્રતા કેળવી હતી શરુઆતમાં મીઠી મીઠી વાતમાં પોતાની જાળમાં ફસાવ્યા બાદ યુવતીને એક દિવસ મળવા બોલાવી હતી યુવતીએ પણ તેના પર આંધળો ભરોશો કરી તેને મળવા પહોચી ગઈ હતી જે બાદ તેની સાથે ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું તેવું થયું હતું આ શખ્સે પરિવારને મારી નાખવાની ધમકી આપી એક અજાણ્યા સ્થળે લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું એક વાર યુવતી ફસાઈ જતા અ શખ્સે બીજી વાર પણ ધમકી આપીને બોલાવી હતી અને ફરી એકવાર પોતાની હવસની શિકાર બનાવી હતી અને ગર્ભવતી બનાવી દીધી હતી. આ શખ્સની ધમકી થી ડરીને યુવતીએ પરિવારને પણ જાણ કરી ન હતી જોકે યુવતીને પાંચ માસનો ગર્ભ રહી જતા અંતે પરિવારને શંકા ગઈ હતી અને દીકરીની પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી જેથી તેઓએ તુરંત મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી કાના ભુપતભાઈ કોળી વિરુધ્દ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદ આધારે તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

