HomeGujaratમોરબી જિલ્લા પંચાયતના હયાત કારોબારી સમિતિની અંતિમ બેઠક મળી નાની સિંચાઈ યોજનાના...

મોરબી જિલ્લા પંચાયતના હયાત કારોબારી સમિતિની અંતિમ બેઠક મળી નાની સિંચાઈ યોજનાના કામને બહાલી

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનઅને અન્ય હોદેદારોની મુદત આગામી 17 સપ્ટેબરના રોજ પૂર્ણ થવાની છે ત્યારે આજે હયાત કારોબારી સમિતિની છેલ્લી બેઠક મળી હતી જેમાં વિવિધ કામને એજેન્ડામાં લેવામ આવ્યા હતા જેમાં પ્રોવાઈડીંગ કન્સલટન્સી સર્વિસીસ ફોર રેસ્ટોરેશન ઓફ માઈનોર ઈરીગેશન સ્કીમ અન્ડર પંચાયત ઈરીગેશન ડીવીઝન મોરબી એટલે કે મોરબી જિલ્લા પંચાયત હસ્તકની નાની સિંચાઈ યોજનાઅંતર્ગતની 21 ડેમને રીપેર કરવા બુરાયેલ માઈનોર કેનાલને પુન:જીવિત કરવા માટે જે કન્સલ્ટન્સી સર્વિસની જરૂરીયાત હોય અને તેના માટે રૂ 27.25 લાખમાં કામગીરીને આગામી કારોબારી બેઠકમાં મંજુરી મળવાની આપેક્ષા એ બહાલી આપવામાં આવી છે આં ઉપરાંત મેસરિયા માઈનોર ઈરીગેશન સ્કીમના નાના ડેમના પ્રોટેક્શન વર્ક માટે 2.83 કરોડના કામને આગામી કારોબારી બેઠકમાં વહીવટી મંજુરીની અપેક્ષાએ બહાલ કરવામાં આવ્યું છે. તો ઠીકરીયાળી માઇનોર ઈરીગેશન સ્કીમ ડેમના રીસ્ટોરેશન વર્ક એન્ડ ઓફ વેસ્ટ વિયર માટે પણ 2.57 કરોડ જેટલી રકમ આગામી કારોબારી સમિતિની બેઠકમાં વહીવટી મંજુરીની અપેક્ષાએ બહાલી આપવમાં આવી છે આ ઉપરાંત ટંકારા તાલુકાના મહેન્દ્રપુર ગામની રાજા શાહી સમયની પાજ રીપેરીંગ માટે રૂ 35.90 લાખની રકમને આગામી કારોબારી સમિતિની બેઠકમાં વહીવટી મંજુરીની અપેક્ષાએ બહાલી આપવમાં આવી છે

આ ઉપરાંત તાલુકા અમલીકરણ અધિકારી માટે પાંચ કોપ્યુટર સેટ ખરીદવા, મારી માટી મારો દેશ અને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ખર્ચની મંજુરી ગત સામાન્ય સભમાં થયેલા ભોજન કાર્યક્રમ ના ખર્ચ રાત્રી સભામાં થતા જમણવાર ખર્ચ, જિલ્લા પંચાયતના સુપ્રીમ કોર્ટમાં કેસ લડવા માટે વકીલાતની ફી ધોરણ નક્કી કરવા અને નવા વકીલની પેનલ બનવ્વવા જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં સોલાર રૂફ ટોપનું કામ કરવા. ચમન પર,ઝીકીયારીના શ્મસાનમાં પેવર બ્લોક કામ અને ગાળાથી હરીપરને જોડતા રોડ પર કોઝ વે ના કામની મુદત વધારવા, મોટા દહીસર કૃષ્ણનગર રોડ પર સ્લેબ ડ્રેઈન કામની મુદત વધારવા સહિતના કામ લેવાયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW