HomeGujaratમોરબીના 62 ટકા વિસ્તારમાંથી સિંચાઇમાં વપરાતા ભૂગર્ભ જળમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધુ, ઉત્પાદન...

મોરબીના 62 ટકા વિસ્તારમાંથી સિંચાઇમાં વપરાતા ભૂગર્ભ જળમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધુ, ઉત્પાદન ને અસર 

મોરબી જિલ્લો જેટલો આઘોગિક રીતે સંપન્ન છે તેટલો કૃષિ ક્ષેત્રમાં પણ સમૃદ્ધ છે. તમામ તાલુકાની જમીનમાં વ્યાપક રીતે બે સીઝનમાં પાક લેવાય છે.જિલ્લાની લગભગ 3.15 લાખ હેકટર ચોમાસુ પાક વાવેતર થાય છે તો શિયાળામાં પણ સારું એવું વાવેતર થાય છે. મોરબી જિલ્લામાં ચોમાસાં દરમિયાન વરસાદી પાણીમાં ખેડૂતો પાક લેતા હોય છે. મોરબી જિલ્લાની જમીન કપાસ મગફળીની સાથે સાથે અન્ય ચોમાસુ પાક લેવાય છે. તો શિયાળુ પાક  કૂવા અને બોરનું પાણી થકી લેવામાં આવે છે. કોઈ પણ પાકની ઉત્પાદન ક્ષમતા તેની માટી અને પાણી તેમજ હવામાન સૌથી મહત્વનો ભાગ ભજવે છે. તો ખેડૂતોને તેના પાક ઉત્પાદન પર તેમજ જરૂરી સંસાધન અંગે કૃષિ તજજ્ઞ  દ્વારા સંશોધન કરવામાં આવતું હોય છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સૌરાષ્ટ્રના ખેડૂતો કૃષિ લક્ષી સંશોધન કરવામાં આવે છે અને તેને લઇ જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.તેમજ પાકના આવનારા રોગ અને તેના નિવારણ અંગે પગલાંની માહિતી આપે છે .આવા જ એક સંશોધનના ભાગરૂપે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિદ્યાર્થિની માનસી વસોયાએ જમીન વિભાગના પ્રોફેસર  સી એલ વેકરીયા ના માર્ગદર્શનમાં સૌરાષ્ટ્રના10 જિલ્લા સિંચાઇના ઉપયોગમાં લેવામાં આવતા કૂવા  બોર અને તળાવ નાના મોટા સરોવર સહિતના ભુગર્ભ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમા રહેલા વિવિધ તત્વોનો અભ્યાસ કર્યો હતો .અને તેના આધારે એક સંશોધન રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ચોંકાવનાર પરિણામ સામે આવ્યા છે

છાત્રાએ  મોરબી જિલ્લાના  અલગ અલગ 50 જેટલા સ્થળના નમૂના લીધા હતા અને તેના પર સંશોધન કરી જમીનમાં રહેલા વિવિધ તત્વોની માત્રા ની તપાસ કરી હતી. આ રિપોર્ટમાં. મોરબી જિલ્લામાં સિંચાઇ માં ઉપયોગમાં લેવામાં આવતા પાણીમાં ફ્લોરાઇડ નું પ્રમાણ સામાન્ય કરતાં વધુ જોવા મળ્યું રિપોર્ટ અનુસાર મોરબી જિલ્લામાંથી પાણીના 50 નમૂના લેવાયા હતાં જેમાં 19 નમૂનામાં ફ્લોરાઈડનું પ્રમાણ લીટર દીઠ 1 mg થી ઓછું જોવા મળ્યું હતું જ્યારે 31 નમૂનામાં માં આં પ્રમાણ 1mg થી વધારે જોવા મળ્યા હતા.ટકાવારી મુજબ જોઈએ તો મોરબી જિલ્લાની 62 ટકા વિસ્તાર જે પાણી મળી રહ્યું છે તેનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ જોવા મળ્યું હતું.જ્યારે38 ટકા જમીનને મળતા સિંચાઇના પાણીમાં ફલોરાઇડ તેમજ બીજા જેવી મેટેલનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે.

સિવાય પાણીના નાઇટ્રેટ નું પ્રમાણ પણ તપાસવામાં આવ્યું હતું જે સામાન્ય જોવા મળ્યું હતું. સિંચાઇ માટે ઉપયોગમાં લેવામાં આવતા પાણીના અન્ય મેટલની વાત કરીએ તો ઝીંક, ડેડીયમ,કોપર,પીબ સહિતના અલગ અલગ હેવી મેટલ ની પણ ચકાસણી કરવામાં આવી હતી.જોકે મોટા ભાગના હેવી મેટલ નું પ્રમાણ સામાન્ય હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW