Sunday, July 7, 2024
HomeGujaratમોરબીની લોક અદાલતમાં પ્રિ-લિટીગેશન કેસમાં રૂ 16.5 કરોડથી વધુનું સમાધાન કરાવ્યું

મોરબીની લોક અદાલતમાં પ્રિ-લિટીગેશન કેસમાં રૂ 16.5 કરોડથી વધુનું સમાધાન કરાવ્યું

દેશની વિવિધ તાલુકા અને જિલ્લા કક્ષાની કોર્ટમાં લાંબા સમયથી પેન્ડીગ કેસનો ઝડપી નિકાલ કરવા લોક અદાલતના આયોજન થતા હોય છે અને તેમાં સમાધાન કારક કેસના બન્ને પક્ષને સાથે રાખી કેસના નિકાલ કરવામાં આવતા હોય છે ગત 9 સપ્ટેમ્બરના રોજ પણ રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળના માર્ગદર્શન રાજ્યની વિવિધ કોર્ટમાં લોક અદાલત યોજાઈ હતી મોરબી જિલ્લામાં જિલ્લા કોર્ટ તેમજ પાંચેય તાલુકામાં લોક અદાલતનું આયોજન કરાયું હતું અને ઈ ચલણ કેસ સમાધાન કારી ફોજદારી કેસ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટલ એક્ટ કલમ 138,લગ્ન સબંધી ફેમેલીકેસ, મહેસુલ કેસ,ભરણપોષણ કેસ,એલ આર એ કેસ, હિન્દુ લગ્ન ધારો, મજીર અદાલત કેસ, દીવાની દાવા જેવા કે ભાડા,બેંક તેમજ વીજળી પાણીના ચોરી સિવાયના કેસ સાહિતના અલગ અલગ ૧૫૧૯ કેસ મુકવામાં આવ્યા હતા જેમાંથી 721 કેસમાં સમાધાન થઇ જતા કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. અને 15,55,27,462 જેટલી રકમનની વસુલાત કરવામાં આવી હતી.

આ ઉપરાંત ટ્રાફિક ઈ ચલણને લગતા પ્રી લીટીગેશન કેસ રાષ્ટ્રીય લોક અદાલત ખાતે રાખવામાં આવ્યા છે જેના ઈ ચલણના નાણા એસપી કચેરી ટ્રાફિક શાખા રૂમ નંબર 11 ખાતે તેમજ ઓનલાઈન વસુલ કરવામાં આવશે. સ્પેશીયલ સીટીંગ ઓફ લોક અદાલતમાં કુલ 4178 કેસ મુકવામાં આવ્યા હતા જેમાંથી 2658 કેસનો નિકાલ લાવવામાં આવ્યો હતો પ્રી લીટીગેશનના 28834 કેસ મુકવામાં આવ્યા હતા જેમાંથી 1506 કેસ મુકવામાં આવ્યા હતા રૂ 1,00,91,300ની વસુલાત કરવામાં આવી હતી

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW